________________
૩૭ માણસોને કોલાહલ, વિષાની વિદાયગીરીના કરૂણરસવાળા લગ્નના ગીતના શબ્દો શેઠે સાંભળ્યાં, કેળના થાંભલાથી યુક્ત તરણે, સાથીઓથી યુક્ત દ્વારે, લગ્નની શેરી, સજાવેલા મંડપ,આવેલા સજજનોને અપાતાં પાને કુટુંબ પરિવારને અપાતી બક્ષીસે વિગેરે શેઠે જોયું. અને મનમાં શેઠ આશ્ચર્ય પામ્યા, નવદંપતિને શેઠે જોયા, લગ્નને વેશ અને મંગલસૂત્ર ધારણ કરેલા દમ્પતિએ શેઠને નમસ્કાર કર્યા.
બહારથી હસતા અને અંતરમાં ઉદ્વેગથી છલકાતા શ્રેષ્ટિએ પિતાના પુત્રને એકાંતમાં બોલાવ્યો, અને પૂછ્યું હે વત્સ! આ શું! ત્યારે સાગરદત્તે કહ્યું કે પિતાજી આપ જાણે છે, હું શું જાણું! સાગરદત્તે વિચાર્યું કે સ્મરણ શક્તિને અભાવ પિતાજી માટે અનિષ્ટકારક છે. મારા પિતાજી દીર્ધાયું છે, આ પ્રમાણે વિચાર કરી કહ્યું. હે - તાત! ગઈ કાલે લેખમાં આપેલી આજ્ઞાને આપશ્રી ભૂલી ગયા કે શું? શ્રેષ્ટિએ કહ્યું હે વત્સ ! લેખમાં મેં તને શું આદેશ આપે હતો ?
- શ્રેષ્ઠિપુત્રે કહ્યું “વિષાને આપ, વત્સ! લેખ કયાં
છે? પિતાજી” સાગરદત્તે પિતાની પાસેથી લેખ કાઢી પિતાને આપે. લેખ વાંચી શ્રેષ્ટિ ખિન્ન બન્ય, અને ચિન્તા કરવા લાગે, હાય ! વિષના બદલે વિષા કેવી રીતે બન્યું, કદાચ મેં જ આ પ્રમાણે લખ્યું હશે.
આ મારી મોટી ભૂલ છે. ના...ના....આ વિષયમાં