________________
૨૮
-પરસ્પર અથડાવાથી થતા અવાજેથી વ્યાકુલ એવા ચાંડાલને ઘેર દામનક આવ્યો, યમદાસે દામનકને જોઈ મનમાં વિચાર કર્યો. અરે ! આની કાંતિ, લાવણ્ય, અને આકૃતિ કેવી સરસ સુંદર છે, રૂદ્ર એ જેવી રીતે કામદેવને અંત કર્યો તેવી રીતે હું આને જીવન અંત કેવી રીતે કરું, એક તે પહેલેથી જ જીવ વધ રૂપ ઈમ્પનેથી મારે પાપાગ્નિ સળગી રહ્યો છે.
તે પછી નરહત્યારૂપી ઘીની આહૂતીથી તે અગ્નિને શા માટે પ્રજવલિત બનાવું, એટલામાં દામનકે ઉઘરાણીની માંગણી કરી, યમદાસ તેને એકાન્તમાં લઈ જઈ ધીરેથી બે, મારે શેઠની સાથે કેઈપણ જાતની લેતી દેતી નથી, પણ શેઠે એકાન્તમાં તમારે વધ કરવા માટે આદેશ આપ્યો છે. આનંદિત દામનક બોલ્યો કે મારા પ્રાણ શેઠને આધીન છે, કેમકે કુતરાના કાન ત્યાં સુધી જ બચે છે કે જ્યાં સુધી તેને માલીક સહન કરે, હું પણ તૈયાર છું; કર્તાની (મારવાનું સાધન) તમારા હાથમાં છે. મને મારી આજ્ઞાનું પાલન કર, તેમની આજ્ઞાનું પાલન કરનાર કઈ પણ વ્યક્તિ મને પ્રિય છે. યમદાસે વિચાર કર્યો અરે ! આનું સાહસ કેવું છે? આની કુલીનતા કેવી છે? આની ભાષા કેટલી મીઠાશવાળી છે? તને મારવા માટે મારા હાથ ઉપડતા નથી. આ કિરપાણ પણ દયાળુતા દાખવતી હેય તેમ તને મારવા ઈચ્છા કરતી નથી, તને મારવાની વાત કરતાં શ્રેષ્ઠિની જીભ કેમ ઉપડી. તમારે અપરાધ