________________
૨૭૧ બદલો લેવા માટે ઉપરથી વસુદેવને ફેંકી દીધા, પરંતુ રાજગૃહ નગરની બહાર ઘાસની ગંજી ઉપર પડ્યા, જરાસંઘ રાજાની પ્રશંસા સાંભળી તેના નગરમાં ગયા, ત્યાં જુગાર રમી કરેડ સેનિયાની જીત મેળવી, જીતના સોનૈયા યાચકને આપી દીધા.
જરાસંઘના સેવકે વસુદેવને બાંધી રાજ્યસભામાં લાવ્યા, રાજસભામાં વસુદેવે કહ્યું કે
હું નિરપરાધી છું, મને કેમ બંધનાવસ્થામાં નાંખવામાં આવ્યું છે.” - એ પ્રશ્ન પૂછવાથી તે લોકોએ કહ્યું કે કઈ જ્ઞાનીએ જરાસંઘને કહ્યું છે કે “જે કઈ પુરૂષ જુગારમાં ફોડ સુવર્ણમુદ્રા જીતીને યાચકોને આપશે તેને પુત્ર આપને મારશે.” રાજાની આજ્ઞાથી હે ભદ્ર! તું નિરપરાધ હેિવા છતાં પણ તને મારવામાં આવશે. ( આ પ્રમાણે કહીને વસુદેવને કોથળામાં નાખી મારવાની ઈચ્છાથી પર્વતની તરફ લઈ ગયા, વેગવતીની ધાવમાતા ભાગ્યવશાત્ જોઈ ગઈ. અને કોથળા સહિત વસુદેવને લઈ ઉડી ગઈ અને વેગવતીના આવાસમાં આવી, વસુદેવ વેગવતીના પગરવને જાણી કોથળો ફાડી બહાર આવ્યા.
“ નાથ, નાથ” બેલતી અને રડતી વેગવતી વસુદેવને બાઝી પડી, વેગવતીએ બધી હકીકત બતાવી દીધી, અને કહ્યું કે જ્યારે સૂપર્ણખાએ તમારા નિવાસસ્થાનવાળા