________________
૨૩
હાથમાં ધારણ કરી, મુગટ, કુંડલ અને માલાઓથી વિભૂષિત પગના પછાડવાથી કરીને ભૂમિને ધ્રુજાવતા. કુત્કારના અવાજથી ખેચરને ધ્રુજાવતા, તરણાંની માફક પર્વત પડવા લાગ્યા, દશે દિશાઓમાં હાહાકાર થવા લાગે, ત્રણે લેકમાં મહાભયંકર એવું રૂપ વિષ્ણુકુમાર મહામુનિએ ધારણ કર્યું. ત્રષિ મુનિઓ, વિદ્યાધર વગેરે મહામુનિની પ્રાર્થના કરવા લાગ્યા, વિષ્ણુકુમાર મુનિએ પૂર્વ–પશ્ચિમ સમુદ્રની મધ્યમાં રહેલી ભૂમિ ઉપર પિતાના પગ મૂક્યા, તે વાત જાણે પવરાજ પિતાની બેદરકારીથી ભયભીત બનીને પ્રજતા શરીરે મુનિની પાસે આવી હાથ જેડી, નમસ્કાર કરી પોતાના ઉષ્ણાશ્રુથી મુનિશ્વરના પાદનું પ્રક્ષાલન કરતા બેલ્યા કે આપને વિજયી જેઈને સ્વયં મારા પિતાજી અહીંઆ હાજર હોય તેમ મને લાગે છે.
મને આવી ખબર નહોતી કે આ દુષ્ટ મંત્રી શ્રી સંઘનું અને મુનિઓનું આવું ભયંકર અપમાન કરશે.' દુષ્ટ મંત્રી મૃત્યુ દંડના દંડથી પણ અધિક દેષિત છે. સજનના ચિત્તમાં કુતૂહલ ઉત્પન્ન કરતા વિષકુમાર મુનિએ પોતાના શરીરને મૂલ સ્વરૂપમાં લાવીને મૂકયું. વિષ્ણુકુમાર મુનિએ રાજા દ્વારા પ્રબંધ કરાવી નમુચિ મંત્રીને દેશનિકાલ કરાવ્યું, ત્યારથી ત્રણલેકમાં અય્યત મુનિ ત્રિવિક્રમ તરીકે ઓળખાવા લાગ્યા.
આ પ્રમાણે સંઘકાર્ય કરીને, તપથી ઘાતકર્મને ક્ષય કરીને મહામુનિ વિષ્ણુકુમારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. અનુક્રમે અઘાતિકને ક્ષય કરી મુક્તિના પંથે સિધાવ્યા.