________________
ચમાં કહેવત છે ને “મહામહીને ખેડૂતે દ્વારા સુધારેલી ભૂમિ સુવર્ણમય ફલને આપવાવાળી છે. માટે ગાડી જોડે અને ત્યાં જઈને મજુરેથી ખેતી કરાવીએ,” જેવી આપની આજ્ઞા, આ પ્રમાણે કહીને પ્રેમપૂર્વક શૂર તૈયાર થયે, ગાડીમાં બેસી બન્ને ભાઈઓએ પ્રસ્થાન કર્યું, થોડું દૂર ગયા પછી અખંડ મંગલ દ્વારની ભૂગળ (અર્ગલા) સમાન, હાથીની સૂંઢના સમાન ધીમે ધીમે ચાલવાવાળી “ચકલુંડા” નામે મોટી સાંપણને બન્ને ભાઈઓએ જોઈ દયાથી ભીજાચેલા ચિત્તવાળા “ચંદ્ર, એ ગાડી હાંકતા” શૂરને કહ્યું વત્સ?
–જે. આ કેવું આશ્ચર્ય છે. કાજલન જેવી કાળી, પૃથ્વીરૂપ ગણિકાની વેણ સમાન બિચારી સાંપણ રસ્તા ઉપર કેવી રીતે ચાલી રહી છે. અરે ! પગલાં પડવાના ભયથી ડરતી અને આળસથી ધીમે ધીમે ચાલતી ત્યાંને ત્યાં જ દેખાય છે. હે આયુષ્યમાન ! મારૂં વચન માનીને સાંપણની રક્ષા કર, તેની બીજી બાજુથી ગાડી ચલાવ, તે સાંપણે અમૃત સમાન વાણી સાંભળીને મનમાં વિચારવા લાગી. અરે ! આ તે વિના સંબંધ ભાઈ વિના કારણે મિત્ર, દયાળુ અને વાત્સલ્ય ભાવને ધારણ કરનાર છે, વધારે તે શું કહું? તેની અમૃતમય વાણીથી હું જીવંત રહી, બીજા ભવમાં પણ હું તેને નહી ભૂલું, શૂરે કહ્યું આર્ય! હું શું બોલું કારણ કે આપની વાણીનું ઉલ્લંઘન થઈ શકે નહી. પરંતુ ગાડાના વાંકાચૂકા ચીલાથી દબાયેલી સાંપણના શરીરમાંથી “ટ્સ, શબ્દ કે નીકળે છે. તેને સાંભળવાની ખુબ ઈચ્છા છે. વળી આપની વાણીના ઉલ્લંઘન કરવાથી