________________
૨૧૩
વિણા અને પુસ્તક લઈને ફરી રહેલી છે, તેણીની પ્રતિજ્ઞા છે કે જે કઈ પુરૂષ ગાંધવ વિદ્યામાં મને જીતે તે જ મારે ભર્તાર અને, એટલા માટે અહીંના સમસ્ત યુવા તથા અહારના દેશમાંથી આવેલા યુવકે ગાંધવ વિદ્યાભ્યાસ કરતા નજરે દેખાય છે.
સુગ્રીવ તથા યશાગ્રીવ નામના એ ગાંધવ પડતાની સામે દરેક મહીને પરીક્ષા લેવામાં આવે છે. આજ સુધી જેટલા યુવકે પરીક્ષામાં બેઠા છે એટલા તમામ યુવકે પરીક્ષામાં પરાજિત ખનેલા છે બ્રાહ્મણે આ પ્રમાણે કુમાર વસુદેવને સઘળે વૃત્તાંત કહીને પાતાના નગર તરફ પ્રયાણ કર્યું.
કાંઈક નાવિન્ય કરી બતાવવાની ઇચ્છાવાળા વસુદેવે મૂખમાં શુટીકા રાખી, જેના પ્રભાવથી તે જ વખતે મુખ્ય વામન બ્રાહ્મણનું રૂપ ધારણ કરી, વિશેષ ગુણવાન સુગ્રીવ નામના ઉપાધ્યાયના પગ પકડીને હાથ જોડી વસુદેવે પ્રાથના કરી કે હે પડિતવ ! હુ. ગૌતમગેાત્રમાં ઉત્પન્ન થયેલા સ્કેન્દિલ નામના બ્રાહ્મણ છું. ગાંધવ સેનાની ઇચ્છાથી આપની પાસે ગાંધવ વિદ્યા શિખવા માટે ઘણા દૂર દેશાંતરથી હું આવ્યા છું. તે આપશ્રી મને આપના શિષ્ય અનાવશે, એવી મારી વિનતિ છે.
ઉપાધ્યાયજીને ખુબ જ આજીજી કરવાથી ઉપાધ્યાયજીએ પેાતાની સાથે રહેવા માટે પરવાનગી આપી. ઉપાધ્યાયજીને મૂર્ખ બનાવવા માટે ગધેડાના જેવા અવાજથી