________________
૧૯૫
કરીને પારણું કરે, પરંતુ સગવશાત રાજા આ વાતને માસક્ષમણના પારણા વખતે ભૂલી ગયા. | મુનિશ્વર ઉગ્રસેન રાજાના મહેલમાં જઈને ગોચરી વિના આશ્રમમાં જ પાછા ફર્યા, અને બીજા માસક્ષમણની શરૂઆત કરી, રાજાને વાત યાદ આવી અને પશ્ચાતાપ કર્યો, ફરીથી પારણું માટે રાજાએ મુનિશ્વરને આમંત્રણ આપ્યું. ફરીથી રાજા પણું ભૂલી ગયે. ભાવી કર્મના ઉદયથી તપસ્વીને ક્રોધ આવ્યો, “તપના પ્રભાવથી મરીને રાજાને મારવાવાળે થાઉં.” એવું નિયાણું બાંધી અનશન કરી મૃત્યુ પામી ઉગ્રસેન રાજાની રાણી ધારિણીના ઉદરમાં ગર્ભપણે તે જીવ ઉત્પન્ન થયે. ધારિણી રાણીને પિતાના પતિનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે, તેણુએ રાજાને વાત કરી, રાજાએ મંત્રીઓને વાત કરી, મંત્રીઓએ બુદ્ધિપૂર્વક રાજાને એક જગ્યાએ એકાંતવાસમાં રાખ્યો, અને સસલાના માંસને લાવી ધારિણું રાણીને આપ્યું. ધારિણી રાણીને દેહદ પૂર્ણ થયે, પતિના માંસ ભક્ષણથી બહેશ બનેલી “રાણી શુદ્ધિમાં આવી ત્યારે પતિ મૃત્યુના આઘાતથી અતિ કલ્પાંત કરવા લાગી, અને મરવા માટે તૈયાર થઈ | મન્નિઓએ તેને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે આજથી સાતમા દિવસે રાજા તમને મલશે, આ પ્રમાણે સાતમા દિવસે તેણીને રાજાના દર્શન થયા, મેટે મહોત્સવ કરાવ્ય, ગર્ભાવાસ સમય પૂર્ણ થયેથી મૂલ નક્ષત્રમાં