________________
૧૯૩
ક્ષમા કરે, આપ શાંત થાવ, હું આપને હમણું જ સ્વસ્થ કરું છું. આ પ્રમાણે કહી પિતે માયાવી સાધુને પાણી પીવડાવી હાથનું આલંબન આપી કહ્યું કે હે સાધે! આપ ઉઠે, હું હવે આપને સ્થાનમાં લઈ જાઉં. ગ્લાનમુનિએ કહ્યું કે પાપી ! તું મને જોઈ શકતા નથી. કે હું ચાલી શકું તેમ નથી.
તારી વૈયાવચ્ચનું પાલન કરવું અતિ કઠણ છે. તેને ક્રોધ જોઈને નંદિષણ મુનિએ પિતાના ખભા ઉપર તે માયાવી મુનિને બેસાડી જલદી ચાલવા માંડ્યું. ત્યાં ફરીથી માયાવી સાધુએ નિન્દા શરૂ કરી કે નીચ ! પવનની જેમ ઝડપી ચાલ કેમ ચાલે છે? ધીમે ધીમે ચાલ, નંદિપેણ મુનિ ધીમે ધીમે ચાલવા લાગ્યા, માયાવી સાધુએ નંદિપેણના ખભા ઉપર વિષ્ટ કરવા માંડી, કહ્યું કે તું શા માટે અટકતે અટકત ચાલે છે? તું ધીમે ધીમે કેમ ચાલે છે? માયાવી સાધુને જલદીથી સ્થાનમાં લઈ જવાની ચિંતામાં નદિષેણ મહામુનિ વ્યગ્રતા અનુભવતા હતા.
નદિષેણ મુનિ પિતાની પ્રતિજ્ઞાના પાલનને માટે વિષ્ટાને ચંદન તથા ખરાબ વચનોને હિતશિક્ષા તરીકે માનવા લાગ્યા, “ઈન્દ્ર” અવધિજ્ઞાનથી નદિષેણ મુનિના ચિત્તને વિશુદ્ધ સમજીને પુષ્પવૃષ્ટિ કરી, માયાવી મુનિએ પણ ક્ષમા યાચના કરીને કાંઈક માગવાનું કહ્યું. તે વારે નદિષેણ મુનિ બાલ્યા કે સર્વ પ્રકારના કલ્યાણને આપવા
૧૩