________________
ધ્વજ મથુરાના રાજા બન્યો, તેમાં અનુક્રમે સુબાહુ, દીર્ધબાહુ, લgબાહુ, ભાનુક, મધુ, સુભાનુ, ભીમ, વિગેરે રાજાઓ થયા, ભીમથી હરિવંશ રૂપ આકાશમાં ચન્દ્રમાની જેમ સાર્વભૌમ, યદુ, નામે રાજા થયા.
તેમને શૂર નામે પુત્ર થયો, શુર રાજાને શૌરિત તથા સુવીર નામે બે પુત્રો થયા. રાજ્યપદ ઉપર શૌરિ અને યુવરાજપદ સુવીરને સુપ્રત કરી, શૂર રાજાએ પ્રવજ્યાં ગ્રહણ કરી, તે દેવલેક ગયા, શૌરિને અન્ધકવૃષ્ણિ આદિ ઘણા પુત્ર થયા અને સુવીરને ભેજવૃષ્ણિ આદિ પુત્ર થયા, શૌરિ રાજાએ પિતાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય આપ્યું. કુશા દેશમાં યમુના નદીના કિનારે શૌરિપુર નગર વસાવ્યું.
| સુવીરે પણ ભેજવૃષ્ણિને મથુરાનું રાજ્ય આપી સિધુ દેશમાં સૌવીર નામનું નગર વસાવ્યું, શૌરિએ શૌરિપુરનું રાજ્ય પિતાના પુત્ર અન્ધકવૃષ્ણિને આપી સુપ્રતિષ મુનિની પાસે દિક્ષા ગ્રહણ કરી, તપેગ્નિથી સમસ્ત કર્મોને બાળી નાખી કેવળલક્ષ્મીને પ્રાપ્ત કરી, સિદ્ધિ ગતિએ ગયા.
મથુરા નગરીમાં અતિ પરાક્રમી ભેજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, અન્ધકવૃષ્ણિને દેવી સુભદ્રાથી કલ્પવૃક્ષ સમાન સમુદ્ર વિજ્યાદિ દશ પુત્ર થયા, જેઓ દશાહ નામથી લેકમાં પ્રસિદ્ધ થયા, કુલચન્દ્રિકા સમાન કુન્તી અને માદ્રી નામે બે પુત્રીઓ ઉત્પન્ન થઈ પિતાએ