________________
૧૭૦
નગરમાં પાછો આવ્યો, દ્રો નંદીશ્વર દ્વીપ જઈને અદાઈ મહત્સવ કરીને પિતાના સ્વસ્થાને ગયા, દેવેથી પરિવરેલા ઈન્દ્રની જેમ, તારાઓથી પરિવરેલા ચન્દ્રની સમાન મુનિયે સહિત પ્રભુ ત્યાં જ પ્રતિમા ધારણ કરીને રહ્યા. - તે સમયે અન્ધકારના સમૂહને દૂર કરવામાં સમર્થ એવા પ્રભુના તપ તેજને જોઈ લજજાળુ બનેલ સૂર્યનારાયણ અસ્તાચળે જઈને સમુદ્રમાં ડુબી ગયા, અને પ્રસન્ન ચન્દ્ર મુખવાળી, સ્ના, ચંદનના વિલેપન કરેલી નક્ષત્ર માલાઓથી સુશોભિત યામિની કામિનીએ પ્રવેશ કર્યો, કામીજનેના ચિત્તને માટે વૃદ્ધા સમાન, પ્રભુના ચિત્તમાં
ભ પમાડવામાં અસમર્થ થવાથી, સ્વયં આથમી ગઈ બીજે દિવસે રાજગૃહી નગરીમાં બ્રહ્મદત્ત નામના રાજાને ઘેર ભવાબ્ધિતારણ પારણું કરવા માટે પ્રભુએ પ્રવેશ કર્યો, પિતાના આંગણામાં જગમ કલ્પતરૂ સમાન પ્રભુને બિરાજમાન થયેલા જોઈને રોમરોમ રોમાંચને અનુભવતો આખમાંથી વરસતા હર્ષાશ્રુજલથી પ્રભુના પગનું પ્રક્ષાલન કરતે, માથાને ભૂતલ સુધી સ્પર્શ કરીને પ્રભુને વંદના કરી, તે રાજાએ સુંદર પરમાન્નથી પ્રભુના પાત્રને તથા હર્ષોલ્લાસથી મનને સંપૂર્ણ ભરી દીધું. તે વખતે દેવતાઓએ આકાશમાં દેવદુન્દુભિને નાદ ગજવી મૂક્યો, અને અહેદાનમાં આ પ્રમાણે ઘોષણા કરવા લાગ્યા, સુગધ જલની વૃષ્ટિથી પૃથ્વીને સુગંધમય બનાવી, પુષ્પવૃષ્ટિથી અલંકૃત કરી, તથા રત્નોથી શૃંગારિક અને વસ્ત્રવૃષ્ટિથી સુવાસિત બનાવી, તે સમયે