________________
અંગીકાર કર્યા બાદ (૩) મહાત્યાગી, (૪) મહાતપસ્વી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તીર્થકર નામકર્મને ઉદય થયેલે ગણાય તે વારે (૫) મહામાહણ (૬) મહાપ (૭) મહાનિર્ધામક (૮) મહાસાર્થવાહ આ પ્રમાણે આઠ મહાન ઉપમાઓ હોય છે. નગારાઓથી રાજ્યમાં ઉષણાઓ કરાવવામાં આવી. દરરોજ એક કરોડ આઠ લાખ સેનૈિયાનું દાન પ્રાત:કાળથી મધ્યાહ્ન સુધી એક વર્ષ સુધી આપ્યું. ઈન્દ્રના હુકમથી અલકાધીશ કુબેર સુવર્ણ, ચાંદી, રૂપુ, મણી, આદિ પ્રભુના મહેલમાં લાવીને મુકતા હતા. ચારે બાજુથી યાચકે આવતા હતા, તેઓને મનવાંછિત પ્રભુ આપતા હતા. આ પ્રમાણે ત્રણ અઠ્ઠાસી કોડ અને અઠ્ઠાસી લાખ સોનામહેરનું દાન આપ્યું.
આ પ્રમાણે મુનિસુવ્રતસ્વામિ વિશ્વના દરિદ્રયને દૂર કરીને ભવ દેને છોડાવવા માટે વ્રત લેવા માટે ઉત્સુક બન્યા, અને ક્ષત્રિય ધર્મ પાલક પિતાના પૂત્ર સુવતકુમારને રાજ્ય ગાદી ઉપર સ્થાપન કર્યો, પિત પિતાના આસને કમ્યાયમાન થવાથી ઈકોએ પ્રભુ દીક્ષાનો અવસર જાણીને હપૂર્વક તેઓ ત્યાં આવ્યા આવીને પ્રભુ તથા સુવ્રતાદિ રાજ
ઓને નમસ્કાર કરી, વ્રત રાજયાભિષેક માટે આદેશ મા. પ્રભુની આજ્ઞાથી સૌધર્મેન્દ્ર મુકતાફલ સમાન ઉજ્જવલ સુવર્ણ કલશેથી અને તીર્થ જલેથી અભિષેકે સત્વ કર્યો, પ્રભુને દિવ્ય વસ્ત્રાલંકાથી વિભૂષિત કર્યા, અપરાજીત વિમાનના જેવીજ અનુપમ શોભાયુકત હજજારે દેવ તથા મનુષ્યથી.