________________
૧૬૩ ભસ્મની તૈયારી કરી, પ્રસૂતિગૃહમાં દિકુમારિકાઓએ પિત પિતાનું કાર્ય કરીને માતા સહિત પુત્રને શમ્યા ઉપર સુવાડ્યા, પ્રભુના ગુણેના ગીતે ગાવા લાગી, ત્યારબાદ આસન કમ્પાયમાન થવાથી અને અવધિજ્ઞાનથી સૌધર્માધિપતિ પાલક વિમાનાધિશ્વરે પ્રભુને જન્મ જાણી તેમના હુકમથી હરિણગમેષી દેવવડે થયેલા ઘંટારવને સાંભળી દે એકત્રિત થયા, એકત્રિત થયેલા દેથી પરિવરેલે સૌધર્મેન્દ્ર રાજગૃહમાં આવી પ્રસુતિગૃહમાં પ્રવેશ કરી પ્રભુને તથા તેમની માતાને ત્રણ પ્રદક્ષિણ આપી સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને માતાને અવસ્થાપિની નિદ્રા આપી, પ્રભુના કૃત્રિમ રૂપને માતાની પડખે મૂકી ઇંદ્ર પાંચ રૂપ કર્યા. એક રૂપે હાથમાં પ્રભુને લીધા, બે રૂપે ચામર ધારણ કર્યા, ચેથા રૂપે છત્ર અને પાંચમા રૂપે હાથમાં વજ ધારણ કર્યું.
( આ પ્રમાણે ઈન્દ્ર તથા દેવેથી સ્તુતિ કરાયેલા એવા પ્રભુને સુમેરૂ પર્વત ઉપર લાવ્યા, સિંહાસન ઉપર બેસાડયા, પિતાના બીજા રૂપે સહિત ઇંદ્ર પોતે બેઠા, ત્યારબાદ આસનના , કંપવાથી કરીને પ્રભુના જન્મને જાણી અષ્ણુતાદિ અન્ય ત્રેસઠ ઈન્દ્રો પણ પોતાના દિવ્ય વિમાન વડે ત્યાં આવ્યા, વળી આભિગિક દેવે વડે લાવવામાં આવેલા માગધ, વરદામ અને પ્રભાસ તીર્થના પાણીથી પ્રભુજીને જન્માભિષેક કર્યો, સ્નાત્ર પૂજન પછી ઈન્દ્ર પ્રભુજીની સ્તુતિ કરી, પહેલાંની માફક પાંચ રૂપને ધારણ કરી, પ્રભુજીને સુમેરૂ પર્વત ઉપરથી લાવી, માતાની પાસે મૂક્યા, માતાને