________________
૧૫૮
વરને શાન્ત કરવા માટે ઔષધરૂપ જીનેન્દ્ર પ્રરૂપિત શ્વની ઉપાસના કરવી જોઈ એ. સમુદ્રનું શેાષણ કરવાવાળા અગસ્ત્ય મુનિએ પણ ભવાબ્ધિનુ શાષણ કરવા માટે ધર્મનું શરણ ગ્રહણ કર્યું.
યુદ્ધમાં શત્રુઓને લાખ્ખાની સંખ્યામાં મારવાવાળા પણ અભ્યંતર કામ ક્રોધાદિ શત્રુઓને નાશ કરવા માટે ધર્મવીરની સહાયતા ઈચ્છે છે. જેઓ સમસ્ત પૃથ્વીને ઋણુ મુક્ત કરવાની ઈચ્છા રાખે છે તેઓ પણ ધરૂપી શ્રીમ'તના આશરા ગ્રહણ કરી, કમ રૂપી ઋણમાંથી મુક્ત અને છે. સ્વલ્પ આપવા જેવા કે કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણી રત્ન, આ બધું શાશ્વત સુખ આપનાર જિનેશ્વર પ્રણિત ધર્મોના ચરણની રજ સમાન છે. જેમ તમામ વર્ણમાં ક્ષત્રિય મૂખ્ય ગણાય છે. તેમ સ પુરૂષાર્થોમાં ધર્મ પ્રથમ ગણાય છે. મનુષ્યરૂપ કલ્પ વૃક્ષના પુષ્પ સ્વરૂપે ધમ રહેલા છે. મેાક્ષ, દેવપણુ' અને ચક્રવતિ પણ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ સ્વરૂપે માનવામાં આવે છે.
દુર્લભ મનુષ્યત્વને પ્રાપ્ત કરી જે આત્માઓ ધર્મ આરાધના નથી કરતા, તેઓ દુર્ગતિને પ્રાપ્ત કરી, અત્યંત દુ:ખી થાય છે. રાજાએ અમૃત તુલ્ય વાણીનું આદરપુર્વક પાન કરી સ`સારરૂપી સર્પના વિષથી ઉત્પન્ન થનારી જે મૂર્છા તે મૂર્છાને ક્ષણવારમાં છોડી દીધી, રાજભવનમાં આવી. પુત્રને રાજ્યાસન સુપ્રત કરી, ગુરૂ મહારાજની