________________
૧૫૧
સુધી પહાંચ્યા. પરતુ આમ્રવૃક્ષ, બકુલ તથા આસે।પાલવના મનેાહર ઉદ્યાનમાં તેનું ચિત્ત લાગતું નથી ધારાગૃહ લતામ’ડપ, કેળનામ’ડપ, ચૈત્યમ’ડપ, પણ વનગૃહની માફક રાજાને સંતાપદાયક અન્યા.
હેશિયાર મન્ત્રિએ રાજાની ચેષ્ટા અને મનેાભાવ જાણીને ઉદાસિનતાનું કારણ પૂછ્યું ! રાજાએ સામાન્યતઃ કાઈ સુંદર સ્ત્રીનું કારણ બતાવ્યું. હસીને મન્ત્રીએ કહ્યું કે હે ભૂનાથ ! રતિની રમણીયતાને હરણ કરવાવાળી વીર શાળાપતિની પ્રિયાએ આપના ચિત્તનું હરણ કર્યુ છે. માટે હું તેણીને લાવી આપને સમર્પણ કરવાના પ્રયાસ કરૂં છું; રાજા ત્યાંથી નીકળી પેાતાના મહેલમાં આવ્યો, મન્ત્રીએ ‘· આત્રેયી’ નામે તાપસીને આ કાર્ય માટે નિયુક્ત કરી, તાપસી વનમાલાના ઘેર ગઈ, વનમાલાએ ઉઠીને તાપસીને પ્રણામ કર્યાં; આત્રેયીએ કહ્યું કે હિમ પડવાથી કુમુદિનીની જેમ શ્યામ અને મલીન થાય છે. તેમ તું આજે મલીન કેમ દેખાય છે ? વનમાલા બેલી હે માતાજી! આપનાથી મને કાઇ વાત છુપાવાની જરૂર નથી, હું ભાગ્યવિાણી છું; કેમકે પૃથ્વી ઉપર રહેવાવાળી હિરણી, ચંદ્રમામાં રહેલા મૃગની ઈચ્છા કરે છે. તેવી રીતે હું રાજાની ઈચ્છા રાખી રહું છું. હું હીન જાતિની છું મારા માટે રાજાને ચાગ સ્વપ્નમાં પણ અસ’ભવ છે.
• આત્રેયી 'એ કહ્યુ' હે વત્સે ! તું શા માટે ચિંતા કરે છે. મારી પાસે અપૂર્વ શક્તિવાળા મણિ, મન્ત્ર, તથા