________________
"કે, એમાં શું? મારા પ્રાણ માંગે તે પણ આપવા
તૈયાર છું.
પરંતુ આ પિશાચ દિવસના ચાલતા નથી માટે રાતના હું તેને લઈને આપના મહેલમાં આવીશ, અત્યન્ત પવિત્ર જગ્યામાં તેને સ્થાપિત કરવાથી મારી સમક્ષ તે પિશાચો પાસે આપ જે કાંઈ માગશે તે કાર્ય તરત જ સિદ્ધ થશે, ત્યારબાદ જલ્દીથી રાજા પિતાના મહેલમાં આવ્ય, અને બીજા દેવોને તે જગ્યામાંથી ખસેડી બીજી જગ્યાએ સ્થાપિત કર્યા બાદ દેવમંદિરને ચંદન મિશ્રિત કસ્તુરીથી સુગંધિત બનાવી, તમામ કાર્યોને છેડી રાજા રાહ જોતો બેઠે હતે, સંધ્યા સમયે સુચનાએ પિતાના પતિ દ્વારા દુર્બળ શરીરવાળા ત્રણે જણાને ખાડામાંથી બહાર કઢાવ્યા, અને કહ્યું કે હવે હું તમને રાજાની પાસે લઈ જવાની છું. મારા કહ્યા મુજબ તમે રાજાની સામે કાંઈ બેલતા નહી. નહી તે ફરીથી તમારી વિચિત્ર હાલત થશે.
તે લેકેએ ધીમા અવાજે સુચનાની વાતને સ્વિકાર કર્યો. બાદમાં ત્રણે જણાને સ્નાન કરાવી, કસ્તુરી આદિથી સુવાસિત બનાવી પુષ્પોથી સુસજિજત બનાવી અનુપમ પ્રકારના વેશને પહેરાવી, સુચના રાજકુલમાં આવી. ત્યાં જઈ દેવાલયમાં ત્રણે જણને બેસાડવામાં આવ્યા, આસને ઉપર બેસાડીને દ્વાર બંધ કરી સુચના બહાર નીકળી ગઈ અને બોલી હે રાજન! પિશાચો આપની સેવામાં હાજર છે. રાજાએ હાથ જોડી પિશાચેને