________________
ઉપસર્ગના સમૂહને નાશ કરવાવાળા, જેઓને મનહર વાણીરૂપી સિંહનાદ, સર્વ ઠેકાણે ફેલાયેલ છે, કામાદિ અનંત વેરીઓનો ઘાત કરવાવાળા શ્રી વીર ભગવાન તમને કેવલલક્ષ્મી પ્રાપ્તિ માટે થાઓ. - લક્ષ્મીના નિવાસ સ્થાનરૂપ બને ચરણકમલે જેના રહેલા છે. એવા પદ્મનાભ સ્વામિની અમે સ્તુતિ કરીએ છીએ.
જેઓના ચરણકમલને સર્વ ઈદ્રોએ પિતાના મસ્તકના અલંકાર બનાવ્યા છે. વળી બારે સૂર્ય (બાર સંક્રાંતિ) ના તેજને ધારણ કરવાવાળા એવા સર્વ ગુણસંપન્ન અમમ નામવાળા ભાવી બારમા તીર્થંકર તમારી અનુપમ કૈવલ્યલક્ષ્મીને મુનિન્દ્રોની વંદના તથા પ્રણામથી પણ ઉત્કૃષ્ટ લક્ષ્મીને પ્રાપ્ત કરવાવાળા ભાવી તીર્થકર શ્રી અસમસ્વામિને મારો નમસ્કાર થાઓ. | કવિ હૃદયરૂપ સમુદ્રમાં નિરંતર રહેવાથી જાણે કે પાણીના પરપોટાને સમુદાય ભેગો ન થયો હોય? એ કારણથી નવિન કેવડાના ફુલની અંદરના પત્રોની સમાન સફેદ કાંતિવાળી સરસ્વતી દેવી વિજયને પ્રાપ્ત કરે છે.
શ્રી જિનેશ્વર દેવેની વાણીથી અલંકૃત, સમયે સમયે પંડિત પુરૂષને જન્મ આપનાર, મોટા મોટા પર્વતેથી પણ ક્ષોભ નહી પામનાર, નવિન સિદ્ધાંતરૂપ સમુદ્ર “યાવઍક દિવાકરે” સુધી જયવંત વર્તો.
ગૌતમ આદિ અગ્યાર ગણધરની સ્તુતિ કરૂં છું.