________________
૧૦૨ “હા, હું સમજી ગયે, કાર્પેટિકને ઠગવાને લેભનંદીએ પ્રયત્ન કર્યો, કમલા પણ હાથની તાળીઓ પાડતી પિતાજીની વિદ્વતાના વખાણ કરવા લાગી.
અને કહેવા લાગી કે હું જ્યારે ત્યાં ગઈ તે વખતે રત્નને થાપણ તરીકે મૂકવાની વાતચીત ચાલતી હતી, બ્રાહ્મણે વિચાર કરીને કમલાના હાથમાં એક તરણું આપી, સમજાવી લેભનંદીને ત્યાં મેકલી, આ બાજુ લેભનંદીના વિવેકથી કાર્પેટિક (કપડાં વેચનાર) ઘણે પ્રસન્ન થયે, અને રત્નની થાપણ લેવા માટે લેભનંદીને આગ્રહ કરવા લાગ્યો, ત્યારે લેભનંદી અનેક પ્રકારના બહાના કાઢી અસ્વીકાર કરવા લાગ્યો.
કાર્પેટિકના અત્યંત આગ્રહથી લોભનંદીએ રત્ન લેવા માટે હાથ લંબાવ્ય તેજ વખતે કપિલા ત્યાં આવી, પૂજાની સામગ્રીને પાછી આપતી કપિલા લેભનંદીને કહેવા લાગી. કે પિતાજી કિંમત આપ્યા વિના કઈ વસ્તુ લેતા નથી. વળી હાથમાં તરણને બતાવતી બેલી કે પિતાજી કણવૃત્તિને માટે તમારે ઘેર આવ્યા હતા તે વખતે તમારા ' મકાનના છાપરા ઉપરથી આ તરણું ઉડીને તેમના માથા ઉપર પડયું. પિતાજીને ખબર નહી હોવાથી તે તરણું ઘેર આવ્યું. જ્યારે ખબર પડી ત્યારે તે તરણું મને પિટીમાં તમને આપવા માટે મૂકી રાખેલું હતું. આજે પ્રસંગે પાત તેમને યાદ આવતાં મારી સાથે મેકલાવી આપેલ છે. તે તમે લઈ લે.