________________
સુરસુંદરી ચરિત્ર પદ અને સમરકેતુમુનિ
હવે પ અને સમરકેતુ નામે તે બંને મુનિઓ પણ બહુ સમય સુધી નિરતિચાર ચારિત્ર પાળી વિધિપૂર્વક કાળ કરીને શુભ પુણ્યના ઉદયથી સૌધર્મ દેવલેકમાં અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત એવા વિમાનમાં ઉત્પન્ન
થયા.
ત્યારપછી પદ્યને જીવ એક સાગરોપમનું આયુષ્ય તે વિમાનમાં ભેળવીને આ જંબૂદ્વીપમાં રહેલા અરવતક્ષેત્રમાં વિજયા નામે નગરી છે, તેમાં ધનભૂતિ નામે વણિકને સુધમ નામે પુત્ર થયે.
વળી તે વિશુદ્ધભાવથી ચારિત્ર અંગીકાર કરીને કાળ કરી બીજા દેવલોકમાં ઉત્પન્ન થયે.
ત્યાં ચંદ્રાન વિમાનમાં શશિપ્રભ નામે તે દેવ થયો છે. તેનું બે સાગરોપમ સંપૂર્ણ આયુષ છે. ' હે ભદ્ર! વિધુરભ! હાલમાં તે દેવ તારા વિમાન નને અધિપતિ છે, જેની આજ્ઞાથી તું અહીં અમારી પાસે આવ્યો છે. - હવે તે સમરકેતુમુનિને જીવ આઠ પલ્યોપમ અધિક એક સાગરેપમનું આયુષ તે દેવભવમાં ભેગવીને ત્યાંથી ચવ્યો.
બાદ તે દેવને જીવ આ ભરતક્ષેત્રમાં રહેલા કુશાગ્રનગરમાં ભદ્રકીર્તિ રાજાની અતિપ્રિય એવી સુબંધુદા નામે સ્ત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયા.