SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર પુનઃકપિલને સમાગમ પલિમાં પરિભ્રમણ કરતાં કપિલે બંને મુનિઓને જોયા કે તરત જ તેણે ઓળખ્યા, અને સમરકેતુ મુનિને જોઈને તે એકદમ ક્રોધાયમાન થઈ ગયો. બાદ પોતાના હૃદયમાં તે વિચાર કરવા લાગ્યા, આ પાપીએ સભા સમક્ષ મારે પરાજય કર્યો છે. તેમજ મને દેશ નિકાલની આજ્ઞા પણ તે સમયે એણે જ કરેલી છે. માટે કેઈપણ કપટવડે હાલમાં હું એનું વૈર લઉં; એમ વિચાર કરી તે દુષ્ટ બંને મુનિઓને બહુ વિનય વડે વાંદવા લાગ્યા; પછી બંને મુનિઓને કપટભક્તિથી નમ્ર બનેલો તે દુષ્ટ પતાને ઘેર લઈ ગયો અને વિષમિશ્રિત એવું ભોજન તથા પાણુ તેણે તેઓને હરાવ્યું. પછી તેણે હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું; હે ભગવન્! અહીંયાં જ આપ ભજન કરો. માર્ગમાં ચાલવાથી આપને શ્રમ પણ બહુ થયે હશે; તેમજ અહીંયાં કેઈ આવે તેમ નથી. વળી એકાંત સ્થલે આપને રહેવા માટે આ સ્થાન પણ સારું છે. | ભજન કર્યા બાદ વિશ્રાંતિ પણ અહીં જ લેવી ઠીક છે, પ્રભાતકાળમાં આપને જવું હોય ત્યાં આપ સુખેથી પધારજો. આ પ્રમાણે તેના કહેવાથી વિશુદ્ધ સ્વભાવવાળા તે બંને મુનિએ એક ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈ સ્વાધ્યાય
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy