________________
૩૨
સુરસુંદરી ચરિત્ર ધર્મોપદેશ
સુદર્શન આચાર્ય પિતાને ઉચિત એવા ભવ્ય આસન ઉપર વિરાજમાન હતા,
શ્રદ્ધા જીજ્ઞાસુઓ અનિમેષ દષ્ટિ વડે સૂરીશ્વરના મુખારવિંદનું પાન કરતા હતા, અપૂર્વશાંતિને સમય જાણું દયાલુ સદ્દગુરૂએ ગંભીરનાદ વડે એક્ષપુરીના માર્ગ સમાન શ્રીજિનેદ્રભગવાને કહેલા ધર્મને કહેવાને પ્રારંભ કર્યો. - હે ભવ્ય પ્રાણીઓ ! સમ્યક્દર્શનરૂપ જેનું મૂળ છે, પંચમહાવ્રતરૂ૫ મેટો અને બહુ દઢ જેનો કંધ છે, પાંચ સમીતિ, ત્રણ ગુપ્તિ, તપ અને સંયમાદિક જેની શાખા અને પ્રશાખાઓ વિસ્તરી રહી છે.
વિવિધ અભિગ્રહરૂપ ગુચ્છથી વ્યાપ્ત, મનહર શીલાંગરૂપી પોથી યુક્ત, ઉત્તમ લબ્ધિરૂપી પુપિવડે વ્યાપ્ત સ્વર્ગ અને મેક્ષાદિકનાં મનોહર સુખે વડે વિભૂષિત,
સંસાર સંબંધી તીવ્ર તાપ વડે તપી ગયેલા પ્રાણીઓને શરણરૂપ અને દુરંત દુઃખને વિદારવામાં અપૂર્વ કારણભૂત એવો ચારિત્રરૂપ કલ્પવૃક્ષ શ્રીનિંદ્ર ભગવાનની આજ્ઞા વડે વિસ્તારપૂર્વક પ્રસરી રહ્યો છે.
વળી હે ભવ્યાત્માઓ ! ઇન્દ્રિયોની ગતિ બહુ ચંચલ છે,