________________
૩૬૬
સુરસુંદરી ચરિત્ર તેમજ મૃગલીને પોતાના બાળક સાથે આઠ પ્રહાર સુધી વિયોગ કર્યો હતો, તેથી તે પૂર્વભવમાં પુત્રવિરહના દુઃખરૂપી ફલને આપનાર કર્મ બાંધ્યું.
તેના ઉદયથી જન્મસમયે જ પુત્રની સાથે તારો વિરહ થયો. આઠલાખ વર્ષ વડે આજે તે કર્મ ક્ષીણ થયું.
પ્રાણ ના ભાવની વિશેષતા લીધે ક્ષણ માત્ર કરેલું શુભ અથવા અશુભ કર્મ બહુ લાંબા વખત સુધી વિપાકને *ઉત્પન્ન કરે છે.
એ પ્રમાણે હે ભવ્યાત્માઓ ! પ્રમાદથી ઉપાર્જન કરેલા કર્મને વિપાક જાણીને કમબંધના કારણ ભૂત પ્રમાદને દૂરથી પ્રયત્ન પૂર્વક તમારે ત્યાગ કરવો.
આ પ્રમાણે ગુરુમહારાજનું વચન સાંબળી સર્વ સભાના લોકો પણ વૈરાગ્ય રસને અનુભવ કરવા લાગ્યા અને સંસારના દુઃખોથી ભય પામીને તેઓ સંસારતારિણી - દીક્ષા લેવા તૈયાર થયા.
વળી વિશુદ્ધ વેશ્યાઓ વડે વર્તમાન એવાં રાજા અને રાણને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
પોતાના પૂર્વભવનું સ્મરણ કરવાથી તે બંનેનાં હદય સંગરંગથી વાસિત થઈ ગયાં અને ચારિત્રાવરણીયકમને ક્ષય થવાથી ચારિત્રને પરિણામ જાગ્રત થયો. દીક્ષા ગ્રહણ - સસાવાસથી ભીરૂ એ અમરકેતુરાજ પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી, તે સમયને ઉચિત એવાં અન્ય કાર્ય સંપાદન કરીને નિવૃત્ત થશે.