________________
૩૫૯
સુરસુંદરી ચરિત્ર તેમજ શત્રુંજયરાજાએ મને અહીં રોક્યો હતો, તે વખતે એણે મને જીવિતદાન આપ્યું છે, તેથી સુરસુંદરી મેં તેને આપેલી છે, તે એમાં પૂછવાની હવે શી જરૂર છે?
એમ કહી તરત જ તેણે જોષીને બેલાવરાવ્યો. જોષી પણ તૈયાર થઈ ત્યાં આવ્યા.
ભૂપતિએ કહ્યું. હે જાતિવિંદ ! સમગ્ર દોષોથી શુદ્ધ. એવા ઉત્તમ લગ્ન દિવસને નિર્ણય કરી અમને શુદ્ધ મુહુર્ત કાઢી આપો.
યોગાગને વિચાર કરી જોષીએ કહ્યું.
હે નરેંદ્ર! આજથી ત્રીજે દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં બહુ સારૂ લગ્ન આવે છે. એના જેવું બીજું શુભ મુહૂર્ત હાલમાં આવતું નથી.
રાજાએ પણ કહ્યું કે, લગ્નને ટાઈમ બહુ નજીકમાં આવે છે, તે તેટલી ટુક મુદતમાં વિવાહની સઘળી સામગ્રીએ આપણે શી રીતે તૈયાર કરીશું ? | માટે હે ભાનવેગે! હવે તું બેલ આપણે અહી ક ઉપાય કરે ?
ભાનવેગ બે હે નરનાથ ! પ્રથમ આપણે હસ્તિનાપુરમાં જવું. ત્યાં ગયા બાદ બધુએ સારૂં થશે. એમ કહી તરત જ ભાનવેગે દિવ્ય વિમાન બનાવ્યું. તેની અંદર તત્કાલ ઉચિત વિવાહની સામગ્રી લઈ પોતાના પરિવાર સહિત રાજા બેસી ગયો.