SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર T - - - - હે કમલાક્ષી ! આ શત્રુ બહુ બલવાન છે. એની આગળ કેઈનું પરાક્રમ ચાલી શકે તેમ નથી. પરંતુ પૂર્વપાર્જીત પુણ્યની પ્રબળતા હોય તે જ તેનું નિવારણ થઈ શકે તેમ છે. હે સુંદરી ! જે તેવું પુણ્ય હોય તે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. તેમજ જે કિંચિત્ માત્ર પુણ્ય ન હોય તે પણ પુરુષાતન કરવું વૃથા છે કારણ કે વિજય મેળવવામાં પુણ્યને જ હું પ્રધાન માનું છું. હે વલ્લભે! એક બાજુ મારું પુણ્ય છે અને બીજી તરફ મદોન્મત્ત આ શત્રુ ઉભે છે. હવે આપણે અહીં જવાનું છે કે, આ બનેમાંથી કેને વિજય થાય છે? નભોવાહનને સમાગમ હે સુપ્રતિષ્ઠ! મારી પ્રિયાની સાથે હું કેટલીક વાતચીત કરતો હતો; તેટલામાં બહુ ઝડપથી ચાલતો નભોવાહન રાજા અમારા નજીકના પ્રદેશમાં આવી પહોંચ્યા અને તરત જ તે ત્વરિતગતિએ મારી પાસે આવ્યો. જેના હૃદયમાંથી ક્રોધાગ્નિની જવાલાઓ બહાર નીકળતી હતી. જેથી તેના ગંડસ્થલની કાંતિ બહુ શોકને સૂચવતી હતી. મારી ઉપર ક્રૂર દૃષ્ટિ કરી તે બોલ્યો. ભાગ–૨/૨
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy