________________
૩૨૦
સુરસુંદરી ચરિત્ર પૂર્વભવના અભ્યાસને લીધે તે તેણીના રૂપમાં બહુ આસક્ત થઈ ગયે.
ત્યાર પછી તે સુમંગલે ધનપતિનું સ્વરૂપ ધારણ કરીને અજ્ઞાત એવી વસુમતીની સાથે ભેગવિલાસ કર્યો.
તેણીની સાથે વિષયભેગમાં તલ્લીન થયેલો ધનપતિ સ્વરૂપધારી તે વિદ્યાધર ત્યાં રહ્યો.
વળી પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મોના દૈષવડે તે ધનપતિ વણિકને તે વિદ્યાધર આ ભરતક્ષેત્રમાં રહેલી વિનીતાનગરીમાં અપહાર કરીને મુકી આવ્યા.
ત્યાં આગળ તે ધનપતિ વણિકે પિતાને વૈરાગ્યભાવ થવાથી ઋષભદેવ ભગવાનના વંશમાં જન્મેલા દડવીર્યનામે કેવલીભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી - ત્રીશલાખ પૂર્વ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરીને તે મુનિને જીવ ઈશાન દેવલોકમાં ચંદ્રાજુનનામે દેવ થયા.
હવે પરસ્ત્રીના ભાગમાં આસક્ત થયેલા તે સુમંગલની સર્વ વિદ્યાઓને પૂર્વનું વૈર સંભારી કેંધાયમાન થયેલા ચંદ્રાજીન દેવે વિનાશ કર્યો. - તેમજ તે દુષ્ટને ત્યાંથી ઉપાડીને મનુષ્યોત્તર આ પર્વતની પેલી તરફ઼ મૂકી દીધો. છે. પછી તે દેવે વસુમતીને ઉપદેશ આપ્યો. જેથી તે
સંસારભાવથી વિરક્ત થઈ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ છે . આચાર્ય શ્રીસુધર્મસૂરિની પ્રવર્તિની (મુખ્યસાધવી) ની પાસે તેણીએ દીક્ષાવ્રત ગ્રહણ કર્યું :