________________
૩૦૪
સુરસુંદરી ચરિત્ર લક્ષમી શેઠાણું
બાદ એક દિવસે લક્ષ્મી શેઠાણી નિન્નક નામે કેઈક વંઠ (દાસ) પુરૂષના જોવામાં આવી, તેણીનું રૂપ અને સૌદર્ય જોઈ તે બહુ જ આસક્ત થયે, જેથી તે તેણીની પાસે જઈ બહુ પ્રાર્થના કરવા લાગ્યા; પરંતુ લક્ષમીએ મનવડે પણ તેની ઈચ્છા કરી નહીં.
અન્યદા લક્ષ્મી શેઠાણું પાણી ભરવા માટે તળાવ ઉપર ગઈ હતી, તેવામાં નિનક પણ ઘડા ઉપર બેસી તેણીની પાછળ ગયો અને શૂન્ય પ્રદેશમાં તેને એકલી જાણુને બલાત્કારે પકડી પોતાના ઘડા ઉપર બેસારી ત્યાંથી તે ચાલતે થયે.
તે પ્રસંગે લક્ષ્મી બહુ વિલાપ કરતી હતી, છતાં પણ બહુ વેગથી ઘેડાને દોડા. ઝડપથી તે લઠ પુરૂષ અટવીમાં ગયે.
તેટલામાં ત્યાં ભીલોની સાથે તેને યુદ્ધ થયું. ભીલલોકેનું બહુ જોર લેવાથી નિનકને તેઓએ મારી નાખે અને લક્ષ્મીની પાસેથી સર્વ અલંકાર ખેંચી લઈને ભીલએ તેને તે અટવીમાં મૂકી દીધી.
ત્યાર પછી તે લક્ષ્મી નિર્જન અરણ્યમાં દિગમૂઢ થઈ આમતેમ ચાલતી હતી, તેવામાં સુધાતુર થયેલો એક સિંહ તેની દૃષ્ટિગોચર થયો, કે તરત જ તે બિચારી કંપવા લાગી, નિર્દય સિંહે પિતાની સુધા શાંત કરવા માટે તેણીને પકડી લીધી અને તરત જ તે મરણ વેશ થઈ ગઈ