________________
૩૦૧
સુરસુંદરી ચરિત્ર ધર્મનાં ઉપકરણ સિવાય કિંચિત્ માત્ર પણ પરિગ્રહ કર નહીં.
ચારે પ્રકારના આહારને રાત્રીએ સર્વથા ત્યાગ કરવો.
પાંચ સમિતિ અને ત્રણગુપ્તિ, એ આઠે પ્રવચન માતાએનું નિરંતર સેવન કરવું.
તેમજ ઉદયમાં આવેલા બાવીશ પ્રકારના પરીષહને સમ્યફ પ્રકારે પરાજય કર.
આચાર્ય આદિક મુનિઓનું વૈયાવચ્ચ યથાશક્તિ કરવુ.
તેમજ મનુષ્ય, તિર્યંચ અને દેના સમૂહાએ કરેલા. ઉપસર્ગોને સહન કરવા, શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ કરો. નહીં, વેદની નિવૃત્તિ, વૈયાવચ્ચ, ઇર્યાશુદ્ધિ, સંયમ, પ્રાણવૃત્તિ, અને ધર્મચિંતા, એ છ કારણેને લીધે બેતાળીશ (૪૨) દોષથી શુદ્ધ એ આહાર મુનિઓએ ગ્રહણ કરે,
સ્વાધ્યાય કરે, સર્વવિકથાઓને ત્યાગ કરે,
નિરંતર બાહ્ય અને આત્યંતર તપ કરવામાં ઉદ્યમ કર, આત્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મ ધ્યાન અને શુકલધ્યાનને અભ્યાસ કરે.
અનિત્યાદિક ઉત્તમ પ્રકારની બાર ભાવનાઓનું ધ્યાન કરવું.
વિનયગુણને હંમેશાં અભ્યાસ કરે, સ્વછંદતાને સ્વાધીન થઈ પાપકર્મ કરવાં નહીં.