________________
સુરસુંદરી ચરિત્ર
૭૯
યમાન થઈ ગયા અને જીવવાની આશા પણ તેઓએ છોડી દીધી.
ત્યારપછી નાવિકેએ સર્વ નંગરોના સમુદાય જલની અંદર મૂકી દીધા, કુપસ્તંભને નમાવી નાખ્યા, વહાણને પણ ખુબ જાડા અને શ્વેત વસ્ત્ર વડે ચારે બાજુએ ઢાંકી દીધું. એટલામાં શ્યામ એવા મેઘના સમૂહ વડે સર્વ આકાશ છવાઈ ગયું.
પવન પણ બહુ વેગથી વાવા લાગ્યો. સમુદ્રનું પાણુ ઉછળવા લાગ્યું. ચારે તરફ યમઝહાની માફક નિરંતર ઉપરાઉપરી વિજળીના ચમકારા દેખાવા લાગ્યા. મેઘ પણ યમરાજના સુભટની માફક ભયંકર ગર્જનાઓ કરવા લાગ્યા.
મોટા તરંગોને લીધે ઉછળતા તરંગોના સમૂહ વડે સ્થિર કરેલું છતાં પણ તે વહાણ પ્રચંડ પવનથી ઉછળતા એવા સમુદ્રના બહુ વેગવાળા તરંગો વડે તણાવા લાગ્યું.
નિરંતર તરંગે વડે ઉત્પાત અને નિપાતને ધારણ કરતું જે વહાણ મણિઓથી બાંધેલી ભૂમિમાં હાથથી હણાયેલા દડાની કીડાને વહન કરવા લાગ્યું. અર્થાત્ ઊંચા નીચી અથડાવા લાગ્યું.
ક્ષણ માત્રમાં પ્રચંડ પવનના આઘાતથી જીણું થયેલાં નગરો તરંગેના વેગ વડે કરકર એવા અવાજ સાથે ટુટવા લાગ્યાં.