________________
૨૪૮
સુરસુંદરી ચરિત્ર આ જગતમાં પરિભ્રમણ કરતો મનુષ્ય સુખસં૫ત્તિની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના વેપાર કરે.
રાજાની સેવામાં પોતાનું જીવન ગાળે, સ્વર્ગલોકમાં પ્રવેશ કરે અથવા પાતાલ સુધી પણ ઉદ્યોગ કરવામાં બાકી રાખે નહીં, અથવા ધનપતિની સેવા કરે, અથવા અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે,
તપશ્ચર્યામાં દઢતા રાખે, તેમજ સર્વકલાઓને પારગામી થાય, તે પણ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મના અનુસારે જ તેને ફલ પ્રાપ્તિ થાય છે. અન્યથા થઈ શકતું નથી.
કર્મની સ્થિતિ બહુ બલવાન છે.
માટે હે સુરસુંદરી ! આ પ્રમાણે દૈવને પ્રભાવ સમજીને બીલકુલ તારે ઉદ્વેગ કરે નહીં.
વળી આ પ્રમાણે શોક કરવાથી પણ હવે શો ગુણ થવાને છે ?
હે પ્રિયસખી! તારા શરીરને વિષે જેવા પ્રકારનાં લક્ષણો દેખાય છે, તે પ્રમાણે તે તું વિદ્યાધરના ચક. વતીની પત્ની થઈશ. તેમજ મારા પણ સાંભળવામાં આવ્યું છે. - કુશાગ્રનગરમાંથી આવેલ કેઈક પુરૂષ કમલાવતી દેવીની આગળ કહેતા હતા કે, શત્રુંજયરાજાએ કુશાગ્રનગરને ચારે તરફથી રોકી લીધું છે, જેથી નગરના સર્વ લકે બહુ વ્યાકુલ થઈ ગયા છે.