________________
૨૨૪
સુરસુંદરી ચરિત્ર તે તે હાલમાં નાના પ્રકારની વિદ્યાઓ સાધે છે. માટે તેનું અહીં આગમન કયાંથી થાય?
વળી મારૂં એટલું બધું પુણ્ય કયાંથી હોય કે જેથી તે ભાગ્યશાળીનું સાક્ષાત દર્શન મને થાય?
એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તે મને કેઈક પ્રદેશમાં લઈ ગયે.
ત્યાર પછી ભૂમિ ઉપર ઉતારીને એક કદલીગૃહમાં તેણે મને મૂકી દીધી.
તેટલામાં, હે પુત્રી ! બરાબર તપાસ કરી તું જોઈ લે? તે આ તારે સ્વામી નથી, એમ સત્ય વાર્તા કહેવાને માટે જેમ તરત જ તે રાત્રી ક્ષીણ થઈ ગઈ?
અનકમે પ્રભાત સમય થયો એટલે કૃષ્ણસ્વરૂપધારી તે પુરુષને જોઈ હું બહુ શોકાતુર થઈ ગઈ અને વિચાર કરવા લાગી.
હા! મહાકછ આવી પડ્યું. તે આ મારો પ્રિય નથી, તે તે તપાવેલા સુવર્ણ સમાન કાંતિને ધારણ કરતે કામદેવ સમાન તેજસ્વી દેખાતે હતે.
ચિત્રમાં રહેલા તે પ્રિયનું કિંચિત્ માત્ર પણ સૌંદર્ય આના અંગમાં રહેલું નથી. માટે હવે મારે શું કરવું? - અહી કેઈપણ મારું શરણ નથી. હાલમાં હું પરવશ થિઈ પડી છું; એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં ભયને લીધે મારું શરીર બહુ કંપવા લાગ્યું. બાદ