________________
સુરસુંદરી ચરિત્ર
ચિત્રગતિનું પ્રયાણ
હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે મને કહીને ચિત્રગતિ પ્રિયગુમંજરી સહિત આકાશમાર્ગે ચાલતો થયે અને અનુક્રમે તે પોતાના સ્થાનમાં પહોંચી ગયો.
ત્યારપછી હે સુપ્રતિષ્ઠ! તમાલવૃક્ષના પત્ર સમાન શ્યામ એવા આકાશમાં હું પણ કનકમાલા સહિત ઉપડી ગયા. નવીન અને વિકસ્વર કમલના સમૂહવડે આરછાદિત અને નિર્મલ છે જલ જમના,
તેમજ ઉત્તમ હસની શ્રેણીઓ વડે વિરાજીત એવાં વિશાલ સરોવરને અવલોકન કરતો,
ફૂલના ભારથી નમી ગયેલી હજારો શાખાઓ વડે સુશોભિત એવાં વૃક્ષો જેમની અંદર રહેલાં છે,
કેયલની માફક મધુરશબ્દને ઉચ્ચારતા ગિરીદ્રોના પ્રવાહને જેતે,
કિંમર અને દેવનાં જોડલાઓએ આશ્રય કરાયેલાં ચંદ્રકાંત મણિયની મહાન્ કાંતિ વડે વ્યાપ્ત અને અતિ મને હર એવાં ગિરિવરનાં મોટાં શિખરોનું ઉલ્લંઘન કરતો,
અનેક પ્રકારના વ્યાપારમાં ઉદ્યક્ત થયેલા વિદ્યાધરોના સમુદાયથી વ્યાસ અને આનંદમાં મગ્ન થયેલાં નર અને નારીઓના સમૂહથી ભરપૂર એવાં અનેક ગ્રામનું અવ. લકન કરતો કરતે હું દક્ષિણ દિશા તરફ ચાલતું હતું,