________________
સુરસુંદરી ચરિત્ર માતાની પાસે ગઈ અને આ સર્વ વૃત્તાંત તેણીની આગળ તેણે નિવેદન કર્યું.
ચિત્રપટમાં લખેલા તે કામદેવ સમાન યુવાનને તેણીએ બતાવ્યું. તેને જોઈ મારી માતા પણ બહુ ખુશી. થઈ અને તરત જ તે રાજાની પાસે ગઈ પશ્ચાત્ આ સર્વ સમાચાર તેણી એ કહ્યા એટલે તે ચિત્રપટને જોઈ મારા પિતા બહુ પ્રસન્ન થયા અને તે બેલ્યા; | મારી પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાણે છે અથવા ઉત્તમ પ્રકારની રાજહંસી રાજહંસને છેડીને અન્યત્ર આનંદ માનતી નથી. આપણે પણ સિદ્ધવિદ્યાવાળા મકરકેતુ કુમારને જ આપણું આ કન્યા પરણાવીશું, તેમજ ભાનુગ વિદ્યાધર હમેશાં આપણી પાસે આવે છે, તે એની મારફતે કેશીષ કરીને મકરકેતુ રાજાની સાથે જ તેને પરણાવીશું, એમાં કોઈ પ્રકારની આપણને અગવડ આવે તેમ નથી. આ
એ પ્રમાણે મારા પિતાનું વચન સાંભળી મારી માતાનું હૃદય બહુ આનંદથી ભરાઈ ગયું અને તેણીએ કહ્યું.
હે શ્રીમતી! તું અહીથી જલદી મારી પુત્રીની પાસે જ અને તેને આ સર્વ હકીક્ત નિવેદન કર..
આ પ્રમાણે કનકમાલાનું વચન સાંભળી શ્રીમતી તેની પાસે જઈ કહેવા લાગી, A હે સુરસુંદરી.. પોતાના હૃદયમાં હવે તું ઉદ્વેગ કરીશ નહીં હવે તારે સર્વ મનોરથ સિદ્ધ થશે. શ્રીમતીનું ભાગ-૨/૧૪