________________
૨૦૧
સુરસુંદરી ચરિત્ર તેટલામાં મારી મૂછ ઉતરી ગઈ અને તેમનું ઉપહાસ્ય મારા જાણવામાં આવ્યું એટલે પણ લજ્જિત થઈ ગઈ અને બાહ્ય આકારને ગોપવીને ક્રોધના આવેશ સાથે મેં તેમને કહ્યું.
હે સખીઓ ! આવા મિથ્યા પ્રલાપ તમે શું કરો છો ? હજુ એનું દર્શન માત્ર પણ મને થયું નથી, તે શા ઉપરથી એનું આસન પણું તમે કહે છે ? તેમજ મને રતિ સમાન શા માટે કહે છે?
એક સખી બેલી, હે પ્રિય સખી ! તું કોધ શા માટે કરે છે? આ ચિત્ર દેખીને તને બહુ આનંદ થયો, તેથી મેં તને રતિ કહી છે. એમાં શું ખોટું કહ્યું છે? | મેં તેને કહ્યું, હે પ્રિયંવદે!
એ મારી સખીએ પિતાની મરજી પ્રમાણે ભલે વિપરીત બેલે કરે; પરંતુ પ્રથમ તું મને કહે, આ ચિત્રમાં કેનું સ્વરૂપ તે લખેલું છે ? પ્રિયંવદા બેલી
ભગિની ! આ મકરકેતુ નામે મારો ભાઈ છે. તેના સ્વરૂપની કાંતિ કામદેવથી પણ અધિક છે. બહુ શૂરવીર તેમજ કલાઓમાં બહુ કુશલ છે.
હે સખી! કેઈ સમયે પાટીયા ઉપર તેમજ કઈક વખત ચિત્રપટ ઉપર તેની આકૃતિ ચિતરીને આટલે સમય મેં મારા આત્માને વિનેદ કરાવ્યો.