SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરો ચરિત્ર ૧૯૭ પછી તે પદ મેં તેને કહી સંભળાવ્યું, એટલે તેણીએ કહ્યુ', ખરેાખર આ પદ્ય તેનુ' છે. એમ કહી તેણીનું સુખ કમલ બહુ પ્રફુલ્લ થઈ ગયુ. અને ફરીથી તે એલી, હે ભદ્રે ! આ પદ તમને સાંભરી આવ્યું, તે બહુ જ સારૂ' થયુ અને આજથી હવે તમે મારી ગુરૂણી છે; એમ કહી પ્રિયવદા તેણીના ચરણમાં પડી. કારણ કે, જેણીએ અપૂર્વ એવી વિદ્યાનું દાન આપ્યું. ત્યાર પછી પ્રિય વદા ખેાલી, હે પ્રિય સખી! તમારૂ નામ શું છે ? તે મને કહેા. વળી આ નગરની અંદર કયા ભાગ્યશાળીને ત્યાં તમારે જન્મ થયેા છે ? આ પ્રમાણે પ્રિયંવદાનુ' વચન સાંભળી મારી એક સખી મેલી. હે ભદ્રે ! નરવાહનરાજાની રત્નવતીદેવીની કુક્ષિથી સુરસુદરી નામે આ કન્યા ઉત્પન્ન થઈ છે. હે ભદ્રે ! અતિ આશ્ચય કારક અનેક ગુણે! જેની અંદર વિલાસ કરી રહ્યા છે અને સમગ્ર લેકમાં વિખ્યાત એવી આ સુરસુદૂરી કન્યાને તું વિદ્યાધરની પુત્રી છતાં કેમ નથી જાણતી. એ પ્રમાણે તેણીનુ વચન સાંભળી હર્ષોંનાં આંસુથી વ્યાપ્ત થયાં છે નેત્રા જેનાં, એવી તે પ્રિયવદા મારા કઠને આલિંગન કરી કહેવા લાગી;
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy