________________
૧૦.
સુરસુંદરી ચરિત્ર કુશાગ્રપુરનગર
ભૂલોકને વિષે પ્રસિદ્ધ છે કીતિ જેની,
તેમજ ઉત્તમ વેગવાળા અપ્રતિમ અશ્વો જેની અંદર રહેલા છે,
બહુ વેગથી ચાલતા ઘડાઓના પ્રચંડ પાદ પ્રહારવડે ઉડતા રજકણેને લીધે પુરાઈ ગયો છે આકાશ માગ જેને,
આકાશમાં ચાલતા પવનને લીધે હાલતી એવી વજાપતાકાઓ વડે વિભૂષિત છે દેવાલયો જેનાં,
વળી તે દેવાલયોમાં ગંભીર વાગતાં વાઈના નાદ વડે પૂર્ણ છે દિગ્વિભાગ જેના, - દરેક દિશાઓમાં બહુ ધનાઢ્ય એવા શેઠીયાઓના સેંકડે સમુદાય જેની અંદર વેપાર કરી રહ્યા છે.
વાણીજ્ય કલામાં કુશલ અને શ્રેષ્ઠ એવા વણિકજનેથી વિભૂષિત,
રમણ જનના વાગતા એવા ઉત્તમ ઝાંઝરના નાદ વડે શ્રવણેદ્રિયને બધિર કરતું,
વિપરીત એવી મૈથુન ક્રાડામાં નિપુણ એવી વિલાસિનીને વડે પરિપૂર્ણ,
પુણ્યવડે ઉત્કૃષ્ટ સ્થિતિના લેકે જેની અંદર નિવાસ કરે છે,
હજારો શ્રેષ્ઠિઓ વડે નિરંતર સુશોભિત,