SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = = = ૧૮૪ સુરસુંદરી ચરિત્ર આ બાલાની આકૃતિ ઉત્તમ કુલીનતાને સૂચવે છે. હદયમાં રહેલા અતિશાક વડે શેષાઈ ગયું છે ગૌરકાંતિમય મુખ જેનું અને ઉચિત આસન ઉપર બેઠેલી એવી તે બાલાને શ્રી અમરકેતુ રાજાને પૂછયું. હે વત્સ! શેકને ત્યાગ કર,ભયને છેડી દે, મને પિતા સમાન સમજીને તું સર્વ હકીક્ત સુખેથી નિવેદન કર કયા નગરમાં તારો જન્મ થયો છે? તું કેની પુત્રી છે? તું અહીં ક્યાંથી આવી છે? અને નભસ્તલમાંથી અહીં મારા ઉદ્યાનમાં કેવી રીતે તે પડી? એ સર્વ વૃત્તાંત સવિસ્તર તું નિવેદન કર. એ પ્રમાણે રાજાના કહેવાથી બહુભય વડે પડાયેલી અને અત્યંત શોકમાં ગરકાવ થયેલી તે બાલાએ માટે નિઃશ્વાસ મૂક પરંતુ કંઈપણ બોલી શકી નહીં. ત્યાર બાદ ફરીથી રાજાએ પૂછયું, એટલે બહુકષ્ટથી તે બેલી. હે તાત! બહુ દુખમય એવું મારું વૃત્તાંત કહેવાને માટે હું શક્તિમાન નથી. તે પણ પિતાની આજ્ઞા મારે માનવી જોઈએ, તેથી હું કહું છું. સુરસુંદરીનું વૃત્તાંત, જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર છે, તેમાં સુપ્રસિદ્ધ કુશાગ્રપુર નામે નગર છે. તેમાં નરવાહના નામે રાજા છે. રત્નાવતી નામે તેની સ્ત્રી છે.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy