________________
૧૫૬
સુરસુંદરી ચરિત્ર પુત્રરક્ષા.
બાદ તે દિવ્યમણિથી જડેલી વીંટી મારી આંગળીએથી કાઢીને તે બાળકના કંઠમાં મેં બાંધી.
તે સમયે તેની રક્ષા માટે મેં કહ્યું,
આ દિવ્યમણિના પ્રભાવથી મારા પુત્રના શરીરે ભૂત, પ્રેત, પિશાચ, હિંસક ધાપદ અને દુષ્ટગ્રહ વિગેરે કેઈપણ પ્રહાર મા કરો.
હે વનવાસી દેવ! અને દેવીઓ ! મારૂં એકવચન તમે સાંભળો.
હાલમાં પુત્ર સહિત હું આપને શરણે રહી છું, માટે માંસાહારી એવા સિંહ અને વ્યાધ્રાદિક દુષ્ટ પ્રાણુઓથી આ ભયંકર અટવીમાં તમારે મારું અનાથનું પ્રયત્ન વડે રક્ષણ કરવું. દેવીનો પશ્ચાત્તાપ
હે પુત્ર ! આ જે મારી હસ્તિનાપુરમાં આવી હતી તે, આ વખતે રાજાને વધામણું મળી હોત.
તેમજ હે પુત્ર! સમસ્ત પરિજન, નગરના લોકો, સામંત, મંત્રી અને અધિકારી વર્ગમાં તારા જન્મના સમયે કેને આનંદ ન થાત?
હે પુત્ર ! વિહિત દૈવના ચૅગ વડે ભયંકર જંગલમાં તારો જન્મ થયો છે, માટે મંદભાગીણી એવી હું અહીં શું કરું?