________________
૧૪૪
સુરસુંદરી ચરિત્ર
ગતવૃત્તાંત.
ત્યાર પછી સ્નાનાદિક ક્રિયા કરીને નિવૃત્ત થઈ શુદ્ધિમાં આવેલી કમલાવતી દેવીને રાજાએ પૂછ્યું.
હે દેવી! તે હાથી તને કયાં લઈ ગયા હતા ? અને ત્યાં તારી શી વ્યવસ્થા થઈ હતી ? તેમજ આ અટવીની અંદર આ ભયક'ર કૂવામાં તું શાથી પડી ?
આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી કમલાવતી
આલી.
હું મહારાજ! મારી હકીકત હું કહુ છું તે આપ સાંભળેા.
આપ જ્યારે વડની શાખાને પકડી હાથી ઉપરથી ઉતરી ગયા, તે સમયે મે* પણ તે શાખાને પકડવા માટે બહુ પ્રયાસ કર્યાં હતા, પરંતુ તે મારાથી ખની શકયુ નહી અને એકદમ તે હાથી મને એકલીને લઈ ત્યાંથી ચાલતા થયા.
પછી આગળ ચાલતા ચાલતા તે હાથી એક ૫તની નદીમાં જઈ પહેાંરયેા.
તે નદીના કીનારા બહુ ભય'કર હતા. તે તટાની અહુ વિષમતા જોઈ અત્યંત વેગના ભંગથી ભય પામ્યા હાય ને શુ ? તેમ તે હાથી ત્યાંથી આકાશ માર્ગે એકદમ ઉપડી ગયા.
ત્યાર બાદ ભયભીત થઇ મેં વિચાર કર્યાં;