SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ સુરસુંદરી ચરિત્ર હે નરેદ્ર! તે સંબંધી દેવીનું કંઈપણ વૃત્તાંત અમે જાણતા નથી. એ પ્રમાણે સમરપ્રિય સુભટ રાજાની આગળ વાત કરતે હતો તેટલામાં ત્યાં દ્વારપાલ આવીને વિનયપૂર્વક કહેવા લાગ્યો. હે નાથ ! સુમતિ નામે નૈમિત્તિક આપના દર્શન માટે દ્વારમાં ઉભે છે. સુમતિ નૈમિતિક તે સંભળી રાજા બોલ્યો. હે સુભટ ! જેના આદેશથી તે સમયે નરવાહન રાજાએ મને દેવી આપી હતી, તે આ સુમતિ નૈમિત્તિક -શું અહીં આવ્યો છે? પિતાની પાસમાં રહેલા પુરૂષોએ જવાબમાં જણાવ્યું. હે નરેંદ્ર ! હા તે પોતે જ આવેલો છે. રાજાએ હુકમ કર્યો, જલદી એને અહીં લાવો. કારણ, દેવીનું વૃત્તાંત એને આપણે પુછી જોઈએ. એમ રાજાનું વચન સાંભળી તરત જ દ્વારપાળે તેને ' હાજર કર્યો. રાજાએ તેને સત્કાર કર્યો, બાદ સુમતિ વિનયપૂર્વક રાજાને પ્રણામ કરી યોગ્ય આસને બેસી ગયો. રાજા છે હે નિમિત્તવેદી ! કમલાવતી દેવી જીવે છે કે નહીં તે તું અમને કહે.
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy