________________
૧૨૮
સુરસુંદરી ચરિત્ર હે ધનદેવ! દેવીની સાથે અમારો વિયોગ થશે, તે પછી આપણે અહીં શું કરવું?
આ દુષ્ટ સ્વપ્નને પ્રતિઘાતક કોઈ તે ઉપાય છે ? જેથી દેવીની સાથે મારે વિયાગ ન થાય.
તે સાંભળી ધનદેવ છે.
હે નરેન્દ્ર! શ્રી કેવલી ભગવાનની વાણી તે અન્યથા થવાની નથી. પરંતુ તેના માટે એક ઉપાય છે. પણ તેથી કંઈ આપણે આપત્તિનો પ્રતિઘાત થવાનો નથી. કારણ ખાટલે પડેલાઓની જીવવાની આશા તે દુર્લભ જ ગણાય.......
એમ છતાં પણ આપણે અહીં કરવાનું માત્ર એટલું છે કે, પલ્લી પતિએ પ્રથમ મને જે દિવ્યણિ આપે છે, તે આ મણિ વીંટીમાં જડાવીને હાથની આંગળીઓ રાખવાને છે.
આ મણિની શક્તિ બહુ અચિંત્ય છે. એને પ્રભાવ અનેક ઠેકાણે અમે જોયેલ છે.
દેવ! આ મણિ દેવીના હાથે હંમેશાં રહે તેવી ગોઠવણ તમે કરાવો અને તેમ કરવાથી પૂર્વને વરી એ પણ તે દેવ રાણીને હરણ કરવામાં શક્તિમાન થશે નહીં. છતાં કોઈ પણ રીતે જે તેનું હરણ કરશે, તે પણ તે વૈરી દેવીને અપકાર તે કરી શકશે જ નહીં. એવો પ્રભાવ આ મણિમાં રહે છે.