SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ સુરસુંદરી ચરિત્ર એક દિવસ તે રાજાના જોવામાં આવી, ત્યારે રાજાએ તેણીને પૂછ્યું. હે દેવી ! હાલમાં તું ઉદ્વિગ્નની માફક કેમ દુર્બલ થઈ ગઈ છે ? આ કિંકર તારે સ્વાધીન છે, છતાં શું તારો મનોરથ સિદ્ધ નથી થતો ? તે સાંભળી દેવીનાં નેત્રો અશ્રુજલથી ભરાઈ ગયાં. તે બેલી. હે પ્રિયતમ ! આપની કૃપાથી સર્વ વાંછિત હું સિદ્ધ થયેલાં દેખું છું. વળી આપની પ્રસન્નતાથી જે સુખ મેં ન ગયું હોય તેવું કંઈપણ સુખ આ દુનિયામાં નથી. પરંતુ સ્વામિન્ ! પુત્રના દર્શનનું સુખ મેં સ્વપ્નમાં પણ જોયું નહીં. હે નાથ ! આ દુનિયામાં જેઓ રાત્રિદિવસ પિતાના સ્તનનું પાન કરતા એવા બાલકને જુએ છે, તે નારીઓને ધન્યવાદ ઘટે છે. જુઓ ! શ્રીકાંતા હમણાં પરણીને આવી છે, છતાં તેને પુત્ર ઉત્પન્ન થયો. વળી હું તમારી બહુ માનિતી. છું. પરંતુ મારા મંદભાગ્યને લીધે, હું પુત્ર વિનાની રહી. હે સ્વામિન્ ! રાજસંપત્તિઓથી ભરેલું એવું પણ આપણું ઘર પુત્ર વિનાનું શુન્ય ગણાય છે. જેમ કે –
SR No.022742
Book TitleSursundari Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy