________________
પ્રકાશકીય પ. પૂ. પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવન્ત શ્રીમદ્ અજિત સાગર સૂરીશ્વરજી મ. સા. અનુવાદિત “સુરસુંદરી ચરિત્રગ્રન્થની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન વિ. સં. ૧૯૮૧માં થયું. ૬૨ વર્ષ પછી આ દ્વિતીય આવૃત્તિ આમજનતાને ઉપહારરૂપે અર્પણ કરતા અને નિરવધિ આનન્દ અનુભવીએ છીએ.
તેમજ આબાલ વૃદ્ધ સર્વ જનોએ હૃદયના ઉમંગ ભર્યા ભાવે આવકાર આપી અમોને ઉત્સાહિત કર્યા છે. તે માટે અમે ધન્યતા અનુભવીએ છીએ.
પરોપકારી, પરમ શાસન પ્રભાવક, યોગનિષ્ટ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ. પૂ. પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવંત શ્રીમદ્દ અજિત સાગર સૂરીશ્વરજી મ. સા.ની અનેક સાહિત્યીક–પ્રસાદીમાં સર્વાધિક રસમય આ ગ્રન્થને અતિ અભૂત આસ્વાદ વારવાર આસ્વાદીએ, છતાં પુનઃ પુનઃ આસ્વાદ લેવા મન અસંતુષ્ટ જ રહે છે.
પૂજ્યપાદ પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવંત શ્રીમદ્દ અજિત સાગર સૂરીશ્વરજી મહારાજે અમારા ઉપર જે અવર્ણનીય ઉપકાર પ્રસાદીત કર્યો છે, તેનું વર્ણન કરવા અમારી પાસે શબ્દો જ નથી, એટલું નહિ પરંતુ અમારી બુદ્ધિ પણ ત્યાં કુંઠીત થઈ જાય છે.
પરમે પકારી, પૂજ્યપાદશ્રીના સાહિત્યને અમુલ્ય ખજાને આપણે પાસે જે વિદ્યમાન છે, તેનો મહાન લાભ સહુને પ્રાપ્ત થાય, તેનું જ એક લક્ષ રાખીને અમે તેઓ પૂજ્યપાશ્રીનું ઋણ અદા કરવા પુણ્યવંત બન્યા