________________
૫૫ વળી કેટલાક ભાષાશાસ્ત્રીઓનું મંતવ્ય એવું છે કે ભારતવર્ષની સમગ્ર ભાષાઓનું મૂળ કારણ સંસ્કૃત ભાષા છે અને પ્રાકૃત ભાષાને સંસ્કૃત જન્ય હોવાથી દ્વિતીય સ્વરૂપમાં માને છે.
વળી તેઓ તેમાં પ્રમાણ આપે છે કે, “કતિઃ સંસ્કૃતમ, તત્ર માં તત સાત વા પ્રાકૃતિમૂળ સ્વરૂપ સંસ્કૃત છે, તજજન્ય અથવા તેથી પ્રાપ્ત થયેલું જે વાગૂાલ તે પ્રાકૃત કહેવામાં આવે છે. એમ સપ્રમાણ તેઓ પિતાનો અભિપ્રાય જાહેર કરે છે.
પરંતુ સૂક્ષમ દ્રષ્ટિએ વિચાર કરતાં તેમનું તે મંતવ્ય અવ્યવસ્થિત છે. કારણકે પ્રાકૃત વ્યાકરણના નિયમોથી પ્રાકૃત ભાષાના ત્રણ ભેદ કલપવામાં આવ્યા છે.
જેમ કે સામાન્ય, વિશેષ અને મિશ્ર. એમાં પ્રાકૃત વિશેષને સંસ્કૃત જન્ય ગણવામાં આવી શકે, પરંતુ પ્રાકૃત તે મૂળ સ્વરૂપમાં જ ગણાય છે.
અન્યથા હેમચંદ્રાચાર્યને જ તીર્થકરોની સામાન્ય ઉપદેશ ભાષાના વિવેચન પ્રસંગે વચન વિરોધ આવી જાય છે.
જેમકે તીર્થકર ભગવાનની અર્ધ માગધી ભાષા સ્વરૂપથી એક છે, છતાં પણ તે વરસાદના જળની માફક આશ્રયના ગુણને અનુસરે છે. જેમકે “વા રેવી ના નારા સારા વરના तिर्यश्चोऽपि हि तैरश्चों, मेनिरे भगवद्गिरम् ॥१॥