________________
પ૧
આ બારે સિદ્ધાંતગ્રંથમાં થેયલ હીર મત પ્રાકૃતભાષામાં રચેલાં છે. કારણ કે બાલ, સ્ત્રી અને મૂતદિક અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓને અધિકાર પ્રાકૃતમાં જ રહેલો છે અને બારમે દષ્ટિવાદ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચેલો છે. કારણ કે અતિશય વ્યુત્પન બુદ્ધિવાળા અધિકારી પુરૂષની અપેક્ષાએ તેની રચના કરવામાં આવી છે.
આ પ્રમાણે રચેલાં અંગ સૂત્રાદિકના પર્યાયવાચક સિદ્ધાંતેમાં સૂત્ર પ્રયજનના પ્રતિપાદન પ્રકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રમુખ અથવા તેમનાથી પણ પ્રાચીન પ્રાજ્ઞવર્યોએ કહ્યું છે કે, "बालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थ तत्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः॥१॥
ચારિત્ર મુક્તિ]ની આકાંક્ષાવાળા બાલ, સ્ત્રી, મૂઢ અને મૂખ એવા મનુષ્યના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરૂએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંત રચેલાં છે. વિગેરે બહુ પ્રકારના ઉલ્લેખવડે વારંવાર તે તે ગ્રંથમાં જન સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાંજ નિરૂપણ કરાયેલ અસાધારણ ઉપકારે સર્વ જનેને કરેલો છે.
જેનેતર એવા દંડી, ભામહ, વરરૂચિ અને વાપતિ વિગેરે કેટલાક પ્રાચીન પ્રસિદ્ધ પંડિતોએ પણ રચેલા મૃચ્છકટિક, ગઉડવહ અને પ્રાકૃત મંજરી આદિક નાટક ગ્રંથોમાં પણ તેવા પ્રકારનાં અનધિકારી પાત્રાદિકની પ્રાકૃત