SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ - સુરસુંદરી ચરિત્ર રસિક એવા તારા પિતાના પુણ્યપ્રભાવથી તારે મારી સિદ્ધ થયો છે. માટે હે મિત્ર! તારા સરખે આ જગતમાં નિષ્કારણ પરોપકારી બીજે કેઈ નથી. અતિ દુર્લભ એવો પણ તે સ્ત્રીને સમાગમ મને તે કરી આપ્યો. તેમજ આ કાર્ય કરવાથી અને જીવિતદાન પણ તે આપ્યું. | માટે હે મિત્ર! તારા સિવાય આ દુનિયામાં અન્ય કેઈ ઉપકારી હું જેતે નથી. કારણકેજીવિતદાન સમાન અન્ય કેઈ ઉપકાર કહ્યો નથી. ત્યારપછી ચિત્રગતિએ કહ્યું. હે મિત્ર! મેં તારો શે ઉપકાર કર્યો છે? ખરે ઉપકાર તે આ જગતમાં તેજ કહેવાય કે જેનું પરિણામ સુંદર દેખવામાં આવે. પ્રારંભમાં સુંદર અને પરિણામમાં દારૂણ એવા ઉપકારને સુધાતુરને વિષમિશ્રિત ભેજનના દાનની માફક સજજન પુરૂષે કઈ પણ રીતે વખાણતા નથી. હે સુંદર ! આ કાર્યને પણ પરિણામ મને સારો લાગતું નથી. કારણકે, વિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલ નવાહન રાજા બહુ પ્રચંડ છે. વળી આ લોકમાં સ્ત્રીહરણ સમાન બીજું કઈ વૈર મોટું ગણાતું નથી. માટે હે ભદ્ર! તું તે વિચાર કર. આ રાજ થકી કેવી રીતે તારો છુટકારો થશે?
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy