SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૩૧૫. દશન થયું છે. જેથી હાલમાં આપને મૂકીને કેઈપણ પ્રકારે એકલી જવા માટે હું સમર્થ નથી. જ્યાં સુધી આપ મારી દષ્ટિગોચર રહ્યા છે, ત્યાં સુધી જ આ મારું જીવિત રહ્યું છે. ક્ષણે માત્ર પણ આપના દર્શનથી હું દૂર થાઉં તે મારા પ્રાણે મને તરત જ ત્યજી દેશે. જો કે, મહારાં નેત્રે મીચાય છે. તેટલી વખત પણ મને બહુ દુઃખદાયક થઈ પડે છે. તે વળી હે નાથ ! બહુ દિવસના વિરહમાં હું કેવી રીતે રહી શકું? માટે હું સ્વામિન્ ! જ્યાં આપ પધારશો ત્યાંજ હું પણ આપની પાછળ પાછળ આવીશ. હે નાથ! આ પ્રમાણે મેં જે મારી સત્ય હકીકત હતી તે આપને નિવેદન કરી. હવે આપને જે વિચાર હોય તે કહે. વળી હે પ્રિય ! આપે જે કહ્યું પિોતાના સ્થાનમાં ગયા પછી મારૂં પ્રાણિગ્રહણ થશે, એવી આશાથી જે હું મારા ઘેર જાઉં અને જવલનપ્રભ રાજાના કહેવાથી. પણ મારા પિતા કનકપ્રભરાજાને મૂકીને કેઈપણ રીતે. પિતાના નગરમાં ન આવે તે, મારી શી ગતિ થાય? મારા મનને આનંદ આપનાર એવું પાણિગ્રહણ. તે દૂર રહ્યું, પરંતુ આપનું દર્શન પણ ન થાય. માટે હે વલ્લભ! હવે બહુ કહેવાથી શું? હવે હું આપને.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy