________________
સુરસુંદરી ચરિત્ર બચાવ માટે ઉપાય તે ઘણે કર્યો, પરંતુ ભવિતવ્યતાને લીધે આવા કષ્ટમાં આવી પડી.
હે પ્રિયતમ! મૂર્શિત થયા બાદ પછી શું થયું તે હું જાણતી નથી.
પરંતુ પોતાના ઓઢવાના વસ્ત્ર વડે મને પવન નાખતા નાખતા આપને મેં જોયા. આપને જોયા બાદ મારા હૃદયમાં ઘણે જ આનંદ થયો. પૂર્વ પતિની પ્રાપ્તિ
ત્યારપછી હે પ્રિયતમ! મારા હૃદયમાં એ સંક૯૫ થયો કે, શ્રી કેવલીભગવાને તે સમયે જે વચન કહ્યું હતું, તે આજે સત્ય થયું.
પૂર્વભવમાં જે મારે પતિ હતું, તેજ આ મારો સ્વામી છે. કારણ કે; એને જેવાથી મારી દષ્ટિ બહુ પ્રફુલ્લ. થઈ છે અને મારું હૃદય પણ અપૂર્વ આનંદ વહન કરે છે.
વળી એના દર્શન માત્રથી મારું શરીર પણ અમૃતથી સિંચાયેલું હોય ને શું? તેમ પ્રકુલ થયું છે.
તેમજ વિકસ્વર છે નેત્ર જેનાં એ આ પુરૂષ પણ. મારી ઉપર બહુરાગી હોય તેમ દેખાય છે. માટે જરૂર તે આ મારો પ્રાણપ્રિય છે.
એમ હું વિચાર કરતી હતી, તેટલામાં પોતાના પરિવાર સહિત મારી ધાવમાતા ત્યાં આવી અને તેણીએ કહ્યું,