________________
પ્રસ્તાવના ધર્મને પ્રભાવ !
અનાદિ અનત એવી આ ભવાટવીમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓના ઉદ્ધાર માટે રાગદ્વેષથી વિમુક્ત એવા સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલે માત્ર એક ધર્મ જ છે. ધર્મના પ્રકાર !
વળી તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ વિગેરે ભેદે વડે વિવિધ પ્રકારે વિસ્તારવામાં આવ્યો છે. જેનું સ્વરૂપ એટલું બધું ગહન છે કે જેની ઓળખાણ માટે આગમ સૂત્ર, અંગ ઉપાંગ અને મહાપ્રભાવશાલી ઉત્તમ ચરિત્રે વિગેરે ઘણા સિદ્ધાંતે રચવામાં આવ્યા છે, છતાં પણ ઉત્પથગામી, બુદ્ધિના મંદ, શારીરિક ભોગવિલાસમાં લુબ્ધ અને સ્વેચ્છાચારમાં પ્રવીણ એવા કેટલાક પ્રાણીઓ દુર્લભ એવા આ માનભવને નિરર્થક ગુમાવે છે, એ માત્ર પિતાને પ્રમાદ જ ગણાય છે.
વળી માનવભવની સાર્થકતાને તેઓ માત્ર આ દુનિયાદારીના એશઆરામથી જ માને છે. વિશેષમાં એમ પણ તેઓ કહે છે કે સૂત્ર સિદ્ધાંત કે ચરિત્રે એવાં કયાં છે? કે જેમને વાંચી આપણે બે ઘડી આનંદ મેળવીએ?
જે કે ચરિત્ર વિગેરે ઘણા ગ્રંથ મહાપુરૂષોએ રચેલા છે. પરંતુ તેઓ ઘણાખરા પ્રાકૃત (માગધી) ભાષામાં અને કેટલાક સંસ્કૃત ભાષામાં કરેલા છે. માટે તેવા ગ્રંથ અમને વાંચવા બહુ અઘરા પડે છે.