SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સુરસુંદરી ચરિત્ર કેટલોક સમય વ્યતીત થતાં મૂચ્છ ઉતરી ગઈ એટલે તે દેવી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. ચંદ્રપ્રભાને વિલાપ હા! નાથ હા ! પ્રાણવલ્લભ ! મને એકલી મૂકીને આપ કયાં ગયા? હે દેવ ! હે પ્રિયપતિ! તમારા વિના હવે હું કોના શરણે જવું? હે નાથ ! મારા વિના આપ ક્ષણમાત્ર અથવા લેશમાત્ર પણ રહી શકતા ન હતા, છતાં નેત્રને આનંદ આપનાર એવા હે સ્વામિન્ ! મને અહીં મૂકીને આપ ક્યાં ચાલ્યા ગયા ? હે દેવ ! તમે જ મારું શરણ છો. તમે જ સ્વામી અને તમે જ મારું જીવિત છે. હે સ્વામિન! તમને છોડીને “આપ કહે ” હાલમાં હું કયાં જાઉં? હા પ્રિયવલલભ! મને અનાથને એકલી અહીં રખડતી મૂકીને તમે કયાં ગયા ? હે સ્વામિન ! આપે જ્યારે મને ત્યજી દીધી તે પછી હાલમાં અન્ય મા કેણ શરણ? હે નાથ ! હજારો દેથી સુશોભિત અને મને હર ! . એ આ દેવલોક તેને તેજ છે; પરંતુ તમારા વિના આ સર્વ મને હાલમાં નરક સમાન ભાસે છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy