________________
૨૮૦
સુરસુંદરી ચરિત્ર
અને તેવા પ્રકારના યાનબળથી તે ખીજા ઈશાનકલ્પમાં ચદ્રાર્જુન નામે દિવ્ય વિમાનમાં ચદ્રાર્જુન દેવની ચંદ્રપ્રભા નામે મુખ્ય દેવીપણે ઉત્પન્ન થઈ. ચંદ્રપ્રભા
ચદ્રપ્રભા દેવી પૂર્વ જન્મના સ્નેહથી પ્રાપ્ત થયેલા ચ'દ્રા ન દેવની સાથે ગાઢ અનુરાગિણી થઈને અનેક પ્રકારનાં દેવલાકનાં સુખ ભાગવવા લાગી.
એમ અધિકાધિક તે દેવની સાથે દિવ્ય સુખવિલાસ કરતાં ચંદ્રપ્રભા દેવીના બહુ સમય વ્યતીત થયા.
ત્યારબાદ કાઇ એક દ્વિવસ ચદ્રપ્રભા દેવી પેાતાના સ્વામીનું શરીર કાંતિહીન જોઈ ને બહુ ભયભીત થઈ ગઈ, અને તે દેવને કહેવા લાગી, હે સ્વામિન્ ! મહાન્ દુઃખથી પીડાયેલાની માફક તમે આટલા બધા શંકિતમનવાળા કુમ દેખાઓ છે ?
હે પ્રિયતમ ! હાલમાં તમારૂ' શરીર રૂધિર રહિત *ગાલની માફક દુર્દશાને શાથી પામ્યું છે ?
તમારા મસ્તકમાં ગુંથેલા સુગધિત પુષ્પા અકસ્માત્ કૈમ સૂકાવા લાગ્યાં છે?
હે નાથ ! આપના શરીરે ધારણ કરેલાં નિર્મળ વસ્ત્રો હાલમાં શ્યામ વર્ણવાળાં કેમ દેખાય છે ?
આપની દૃષ્ટિ સ્થિર રહેતી નથી તેનુ શું કારણ ?