________________
२७७
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી તે દેવે ત્યાં રૂદન કરતાં એવાં પિતાનાં માતાપિતાને બહુ ઉપદેશ આપીને શાંત કર્યા, એટલે તેઓ રૂદન કરતાં બંધ રહ્યાં અને કંઈક શાંત થયાં. સુધર્મસૂરીશ્વર
ત્યારબાદ સ્થલ અશ્રુધારાને વહન કરતી વસુમતી અનન્ય શેકને સ્વાધીન થઈ પડી. લોકેએ બહુ સમજાવી છતાં કોઈપણ રીતે તે શાંત થઈ નહીં.
ત્યારે તે દેવે કહ્યું; હે ભદ્રે ! વસુમતિ! હવે બહુ શોક કરવાથી આત્મકલ્યાણ થાય તેમ તારે માનવું નહીં. કારણકે, આર્તધ્યાન કરવાથી ઉલટું આત્માનું અહિત થાય છે. એમ સમજી હવે તું વિલાપ કરવા છેડી દે! અને હવે તારા હૃદયની શી ઉત્કંઠા છે? તે તું જલદી જણાવ.
તે સાંભળી લજજાને લીધે નીચું છે મુખ જેનું એવી તે વસુમતી બેલી, આ છે સ્વામિન! આપ જે પ્રમાણે આજ્ઞા કરો તે પ્રમાણે વર્તવાને હું તૈયાર છું.
હે પ્રાણનાથ ! આપની આજ્ઞા એજ મારી ઈચ્છા છે. કહ્યું છે કે
આ દુનિયામાં ધર્મચારિણી સ્ત્રીઓને પિતાને પતિ એ જ ઉત્તમોત્તમ દેવ છે, તેમજ તેની આજ્ઞામાં રહીને સતી સ્ત્રીઓ હંમેશાં ધર્મપ્રવૃત્તિઓને પ્રેમથી સવીકારે છે.